1 Samuel 19:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવ્યો ત્યારે તે પોતાનો ભાલો હાથમાં લઈને પોતાના ઘરમાં બેઠો હતો, તે વખતે દાઉદ પોતાનું વાજિંત્ર વગાડતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક દિવસે પ્રભુ તરફથી દુષ્ટાત્માએ આવીને શાઉલનો કબજો લીધો. શાઉલ હાથમાં ભાલો લઈને પોતાના ઘરમાં બેઠો હતો અને દાવિદ વીણા વગાડતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શાઉલ પોતાના હાથમાં પોતાનો ભાલો લઈને પોતાના ઘરમાં બેઠો હતો. તે અરસામાં તેના પર યહોવા તરફથી દુષ્ટ આત્મા આવ્યો. એ વખતે દાઉદ [વાજિંત્ર] વગાડતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક દિવસે શાઉલ પોતાના ઘરમાં બેઠો બેઠો દાઉદનું વણાવાદન સાંભળી રહ્યો હતો ત્યારે તેના હાથમાં તેનો ભાલો હતો. અચાનક તેના પર યહોવા તરફથી દુષ્ટ આત્માં આવ્યો; અને શાઉલમાં પ્રવેશ્યો.