1 Samuel 2:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે કોઈ ઈશ્વરની વિરુદ્ધ થશે તેઓના ટુકડે ટુકડાં કરી નંખાશે; આકાશમાંથી તેઓની સામે તે ગર્જના કરશે. ઈશ્વર પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે; તે પોતાના રાજાને બળ આપશે અને, પોતાના અભિષિક્તનું શિંગ ઊંચું કરશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુનો પ્રતિકાર કરનારા છિન્‍નભિન્‍ન થઈ જશે, તે તેમની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરશે. તે સમસ્ત દુનિયાનો ન્યાય કરશે, તે પોતાના રાજાને સામર્થ્ય આપશે. તે પોતાના પસંદ કરેલા અભિષિક્ત રાજાને વિજેતા બનાવશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાની સામે ટક્‍કર લેનારાઓના ટુકડે ટુકડા કરી નંખાશે; તેમની સામે આકાશમાંથી તે ગર્જના કરશે; યહોવા પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે; તે પોતાના રાજાને બળ આપશે. અને પોતાના અભિષિક્તનું શિંગ ઊંચું કરશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા તેમના શત્રુઓનો નાશ કરે છે. પરાત્પર દેવ લોકોની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરશે. યહોવા દૂરનાં પ્રદેશોનો પણ ન્યાય કરશે. તે પોતાના રાજાને બળ આપશે અને તેના ખાસ રાજાને બળવાન બનાવશે.”