1 Samuel 2:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તેની માતા હાન્ના પોતાના પતિ સાથે વાર્ષિક બલિદાન ચઢાવવાને આવતી, ત્યારે તે તેને માટે નાનો ઝભ્ભો બનાવી દર વર્ષે લાવતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેની માતા હાન્ના તેને માટે દર વર્ષે નાનો ઝભ્ભો બનાવતી અને પોતાના પતિની સાથે નિયત કરેલા યજ્ઞાર્પણ માટે જતી ત્યારે તે શમુએલ માટે લઈ જતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેની મા પોતાના પતિની સાથે વાર્ષિક યજ્ઞ કરવાને આવતી, ત્યારે તેને માટે નાનો અંગરખો બનાવીને દર વર્ષે લાવતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેની માંતા પ્રતિવર્ષ તેને માંટે એક નાનો ઝભ્ભો સીવતી અને તેના પતિની સાથે યજ્ઞ કરવા આવતી ત્યારે સાથે લઈને આવતી.