1 Samuel 2:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલીએ એલ્કાનાને તથા તેની પત્નીને આશીર્વાદ આપીને એલ્કાનાને કહ્યું, "તારી આ પત્ની દ્વારા ઈશ્વર તને અન્ય સંતાનો પણ આપો. કેમ કે તેણે ઈશ્વર સમક્ષ અર્પણ કર્યું છે." ત્યાર પછી તેઓ પોતાને ઘરે પાછા ગયાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે વખતે એલી એલ્કાના અને તેની પત્નીને આશિષ આપતો અને એલ્કાનાને કહેતો, “તમે પ્રભુને આ બાળક સમર્પિત કર્યો છે તેના બદલામાં પ્રભુ તને આ સ્ત્રીથી બીજાં બાળકો આપો.” તે પછી તેઓ પાછાં ઘેર જતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એલીએ એલ્કાનાએ તથા તેની પત્નીને આશીર્વાદ આપીને કહ્યું, “યહોવાને જે ધીરવામાં આવ્યું છે, તેને બદલે યહોવા આ બાઈને પેટે તેને [બીજાં] સંતાન આપો.” પછી તેઓ ઘેર ગયાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે વખતે યાજક એલી એલ્કાનાહને અને તેની વહુને આશીર્વાદ આપતો અને કહેતો, “તમે તમાંરા પુત્રને યહોવાને સમર્પિત કર્યો છે. તેના બદલામાં તે તને આ સ્ત્રીથી વધારે બાળકો આપો.” ત્યારબાદ તેઓ પાછાં ઘેર જતાં.