1 Samuel 2:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે, શા માટે, મારાં જે બલિદાનો અને અર્પણો કરવાની મેં તને આજ્ઞા આપી છે તેનો તિરસ્કાર કરીને જ્યાં હું રહું છું ત્યાં મારા ઇઝરાયલ લોકોનાં સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતાં તારા પોતાના દીકરાઓનું માન વધારે કેમ રાખે છે?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો પછી તમે મારા મંદિરમાં મારા જે બલિ અને અર્પણો ચઢાવવા મેં આજ્ઞા આપી છે તેને કેમ ઠુકરાઓ છો? એલી, મારા લોકો મને જે બલિ ચઢાવે છે તેના ઉત્તમ હિસ્સાથી તારા પુત્રોને પુષ્ટ થવા દઈને તું મારા કરતાં તારા પુત્રોને વિશેષ માન કેમ આપે છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો મારો જે યજ્ઞ ને મારું જે અર્પણ [મારા] રહેઠાણમાં [કરવાની] મેં આજ્ઞા કરી છે, તેને તમે કેમ લાત મારો છો; વળી મારા ઇઝરાયલ લોકનાં સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતાં તારા દીકરાઓનું માન કેમ વધારે રાખે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તું એ અર્પણોને અને ભેટોને કેમ માંન નથી આપતો? તું માંરા કરતાં તારા પુત્રોને શા માંટે વધુ માંન-સન્માંન આપે છે? માંરા લોકોએ અર્પણ કરેલાં બલિદાનોમાંથી તમને ઉત્તમ ભાગ મળે છે અને તે ખાઇને પુષ્ટ બન્યા છો.’