1 Samuel 2:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, એવા દિવસો આવે છે જયારે હું તારું બળ અને તારા પિતાના ઘરનાનું બળ નષ્ટ કરી નાખીશ, જેથી કરીને તારા ઘરમાં કોઈ માણસ વૃદ્ધ થાય નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો જો, હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે હું તારા અને તારા પૈતૃક કુટુંબના બધા યુવાનોનો સંહાર કરીશ. જેથી તારા કુટુંબનું કોઈ વૃદ્ધાવસ્થા સુધી જીવશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, એવા દિવસો આવે છે કે જેમાં હું તારો બાહુ, ને તારા પિતાના કુળનો બાહુ કાપી નાખીશ કે, જેથી કરીને તારા કુટુંબમાં કોઈ માણસ ઘરડો થાય નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો, હવે એવો દિવસ આવી રહ્યો છે, જયારે હું તારા કુટુંબના અને કૂળના બધા વંશજોને માંરી નાખીશ, જેથી તારા કુટુંબમાં કોઇ ઘડપણ જોવા પામશે નહિ.