1 Samuel 2:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા કુળમાંથી જે તારા બચી ગયા હશે તે બધા આવશે અને તે વ્યક્તિને નમન કરીને ચાંદીના એક સિક્કા અને રોટલીના એક ટુકડાને તેને નમન કરશે અને કહેશે, "કૃપા કરી યાજકને લગતું કંઈ પણ કામ મને આપ જેથી હું રોટલીનો ટુકડો ખાવા પામું."'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારો કોઈ વંશજ બાકી રહી ગયો હોય તો તે એ રાજા પાસે જઈને પૈસા તેમ જ ખોરાક માગશે અને કંઈક ખાવાનું મળે તે માટે તે યજ્ઞકારોને મદદ કરવા દેવાની માગણી કરશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થશે કે તારા કુળમાંથી જે કોઈ બચી ગયા હશે તે સર્વ આવીને એક રૂપિયાને માટે ને રોટલીના એક ટુકડાને માટે તેને પગે પડશે, ને કહેશે કે, યાજકને લગતું કંઈ પણ કામ મને આપ કે હું ટુકડો રોટલી ખાવા પામું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા કુટુંબમાં જે કોઈ બચવા પામશે તે આવીને યાજક સામે નમશે. તેઓ થોડા પૈસા અને રોટલા માંટે ભીખ માંગશે, એમ કહીને: ‘મને યાજક તરીકે નોકરી આપો જેથી મને ખાવાનું મળે.’”