1 Samuel 2:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓ તૃપ્ત હતા તેઓ રોટલી સારુ મજૂરી કરે છે; જેઓ ભૂખ્યા હતા તેઓ હવે એશ આરામ કરે છે. નિઃસંતાન સ્ત્રીએ સાત બાળકોને જન્મ આપ્યો છે, પણ સ્ત્રીને ઘણાં બાળકો છે તે તડપે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અગાઉ તૃપ્ત થયેલાઓ આજે ખોરાકને માટે મજૂરી કરે છે, પણ ભૂખ્યાઓ તૃપ્ત થાય છે. વંધ્યાએ સાત છોકરાને જન્મ આપ્યો છે, પણ ઘણાં છોકરાની માતા સંતાનોના વિરહથી ઝૂરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે તૃપ્ત હતા તે રોટલી માટે મજૂરી કરે છે; અને જે ભૂખ્યા હતા તે એશઆરામ ભોગવે છે: હા, વાંઝણીએ સાતને જન્મ આપ્યો છે. અને જેને ઘણાં બાળકો છે તે ઝૂરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે ધનવાન લોકો પાસે પુષ્કળ ખોરાક ભૂતકાળમાં હતો તેઓએ ખોરાક માંટે હવે કામ કરવું પડશે. જયારે ભૂખ્યાઓને હવે ભૂખ રહી નથી. વાંઝણી સ્ત્રીઓને સાત સાત સંતાનો છે અને જે સ્ત્રીને ઘણાં સંતાનો હતા તે દુ:ખી છે કેમકે તેમના સંતાનો જતા રહ્યાં છે.