1 Samuel 20:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ અમાસના બીજા દિવસે, દાઉદની જગ્યા ખાલી હતી. શાઉલે પોતાના દીકરા યોનાથાનને કહ્યું, "યિશાઈનો દીકરો જમવા કેમ નથી આવતો કાલે નહોતો આવ્યો. આજે પણ નથી આવ્યો?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉત્સવને બીજે દિવસે પણ દાવિદની જગ્યા ખાલી હતી. અને શાઉલે યોનાથાનને પૂછયું, “દાવિદ ગઈ કાલે કે આજે ભોજનમાં કેમ આવ્યો નથી?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અમાસ પછીના દિવસે એટલે બીજે દિવસે પણ એમ બન્યું કે દાઉદની બેઠક ખાલી હતી. તેથી શાઉલે પોતાના દીકરા યોનાથાનને પૂછ્યું, “યિશાઈનો દીકરો કેમ જમવા આવતો નથી, કાલે નહિ, તેમ આજે પણ નહિ?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલે જોયું કે અમાંસ પછીના દિવસે પણ દાઉદનું આસન ખાલી હતું. એટલે શાઉલે યોનાથાનને પૂછયું, “શા માંટે યશાઇનો પુત્ર ગઈકાલે અને આજે જમવા ન આવ્યો?”