1 Samuel 20:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોનાથાન ઘણો ક્રોધાયમાન થઈને ભોજન ઉપરથી ઊઠી ગયો અને માસને બીજા દિવસે તે કંઈ પણ જમ્યો નહિ, દાઉદ વિષે તેને દુઃખ લાગ્યું હતું, કેમ કે તેના પિતાએ તેનું અપમાન કર્યું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે દિવસે એટલે ઉત્સવને બીજે દિવસે કંઈ જમ્યા વિના યોનાથાન ગુસ્સામાં ભોજન પરથી ઊઠી ગયો. શાઉલે દાવિદનું અપમાન કર્યું હોવાથી તેને ઊંડું દુ:ખ થયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી બહુ ક્રોધાયમાન થઈને યોનાથાન ખાણા પરથી ઊઠી ગયો, ને માસને બીજે દિવસે તેણે કંઈ પણ ખાધું નહિ, કેમ કે દાઉદને લીધે તે દુ:ખી થયો, કારણ, તેના પિતાએ તેનું અપમાન કર્યું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી યોનાથાન ગુસ્સે થઈને ખાણા પરથી ઊઠી ગયો. અને બીજને દિવસે તેણે કશું ય ખાધું નહિ, કારણ કે તેના પિતાએ દાઉદનું અપમાંન કર્યુ એથી તેને ઘણું દુ:ખ થયું હતું.