1 Samuel 20:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તારો પિતા મને યાદ કરે તો તું કહેજે કે, દાઉદે પોતાના નગર બેથલેહેમમાં ઉતાવળે જઈ આવવાને આગ્રહથી મારી પાસે રજા માગી; કેમ કે ત્યાં આખા કુટુંબને માટે વાર્ષિક યજ્ઞ છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું જમણમાં હાજર નથી એવી ખબર તારા પિતાને પડે તો તેમને કહેજે કે મેં તાત્કાલિક બેથલેહેમ જવા તારી રજા મેળવી છે. કારણ, મારા આખા કુટુંબને માટે ત્યાં વાર્ષિક યજ્ઞાર્પણનો સમય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો મારી ગેરહાજરી તારા પિતાની નજરમાં આવે, તો તું કહેજે કે, દાઉદે પોતાના નગર બેથલેહેમ તાકીદથી જવા માટે હઠેઠથી મારી પાસે રજા માગી; કેમ કે ત્યાં તેના આખાઅ કુટુંબને માટે વાર્ષિક યજ્ઞ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો માંરી ગેરહાજરી તારા પિતાના ધ્યાનમાં આવે તો તું કહેજે કે, ‘દાઉદ માંરી રજા લઈને એકાએક તેને ઘેર બેથલેહેમ ગયો છે. કારણ, આખા કુટુંબનો વાર્ષિક યજ્ઞોત્સવ છે.’