1 Samuel 21:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દાઉદ નોબમાં અહીમેલેખ યાજક પાસે આવ્યો. અહીમેલેખે ધ્રૂજતાં ધ્રૂજતાં દાઉદને મળવા આવીને તેને કહ્યું, "તું એકલો કેમ છે, તારી સાથે કોઈ માણસ કેમ નથી?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ અહિમેલેખ યજ્ઞકાર પાસે નોબમાં ગયો. અહિમેલેખ તેને ધ્રૂજતો ધ્રૂજતો મળવા આવ્યો અને પૂછયું, “તું એકલો જ અહીં કેમ આવ્યો છે? તારી સાથે કોઈ કેમ નથી?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી દાઉદ નોબમાં અહીમેલેખ યાજક પાસે ગયો. અહીમેલેખે ધ્રૂજતાં ધ્રૂજતાં દાઉદને મળવા આવીને તેને પૂછ્યું, “તું એકલો કેમ છે? અને તારી સાથે કોઈ માણસ [કેમ] નથી?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ દાઉદ ગયો અને યોનાથાન પોતાના ગામે પાછો આવ્યો. દાઉદ નોબ નગરમાં અહીમેલેખ યાજકને મળવા ગયો, અહીમેલેખે તેને જોયો એટલે તે કાંપવા લાગ્યો, તેણે પૂછયું, “તું કેમ એકલો છે? કેમ તારી સાથે કોઇ નથી?”