1 Samuel 21:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી યાજકે તેને અર્પિત રોટલી આપી. કેમ કે ઈશ્વરની આગળ ગરમ રોટલી મૂકવા માટે તે દિવસે તેમની આગળથી લઈ લીધેલી અર્પિત રોટલી સિવાય બીજી કોઈ રોટલી ત્યાં નહોતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી યજ્ઞકારે દાવિદને પવિત્ર રોટલી આપી. કારણ, એ દિવસે પ્રભુની સમક્ષ તાજી અર્પિત રોટલી હતી; ઉપાડી લીધેલી વાસી અર્પિત રોટલી તેની પાસે નહોતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી યાજકે તેને પવિત્ર [રોટલી] આપી, કેમ કે યહોવાની આગળ ગરમ રોટલી મૂકવા માટે તે દિવસે તેમની આગળથી ઉઠાવી લીધેલી અર્પિત રોટલી સિવાય બીજી કોઈ રોટલી ત્યાં નહોતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજકે ત્યાં બીજી રોટલી ન હતી તેથી તેમને પવિત્ર રોટલી આપી. જે યહોવાની સમક્ષ અર્પણ તરીકે મૂકવામાં આવી હતી. દરરોજ તાજી પવિત્ર રોટલી અર્પણ કરવામાં આવતી.