1 Samuel 21:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે અહીમેલેખને કહ્યું, "હવે તારા હાથમાં ભાલો કે તરવાર નથી? રાજાનું કામ ઉતાવળું હતું, તેથી હું મારી તરવાર કે મારું શસ્ત્ર મારી સાથે લાવ્યો નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે અહિમેલેખને કહ્યું, “તું મને ભાલો કે તલવાર હોય તો આપીશ? રાજાના હુકમ પ્રમાણે મારે ઉતાવળે નીકળવું પડયું હોવાથી મારી પાસે તલવાર કે બીજું કોઈ શસ્ત્ર નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દાઉદે અહીમેલેખને કહ્યું, “શું અહીં તમારી પાસે ભાલો કે તરવાર નથી? કેમ કે રાજાનું કામ ઉતાવળનું હતું, તેથી હું મારી તરવાર કે મારાં શસ્‍ત્ર મારી સાથે લાવ્યો નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે અહીમેલેખને કહ્યું, “તમાંરી પાસે કોઇ શસ્ર છે જેવું કે ભાલો અથવા તરવાર? હું માંરી તરવાર કે ભાલો માંરી સાથે લાવ્યો નથી, કારણ, રાજાનું કામ તાકીદનું હતું.”