1 Samuel 22:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલે તેને કહ્યું કે, "શા માટે તેં અને યિશાઈના દીકરાએ મારી વિરુદ્ધ કાવતરું રચ્યું અને તેને રોટલી તથા તરવાર આપીને મારે સારુ ઈશ્વરને પ્રાર્થના કરી કે તે તેને મદદ કરે જેથી તે મારી વિરુદ્ધ ઊઠે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલે તેને પૂછયું, “તેં અને દાવિદે મારી વિરુદ્ધ કાવતરું કેમ ઘડયું છે? તેં એને રોટલી અને તલવાર કેમ આપ્યાં અને તેને માટે ઈશ્વરની સલાહ કેમ પૂછી? હવે તે મારી વિરુદ્ધમાં પડયો છે અને તક મળે તે માટે સંતાઈને રાહ જુએ છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શાઉલે તેને કહ્યું, “યિશાઈનો દિકરો મારી વિરુદ્ધ બળવો ઉઠાવીને આજની જેમ સંતાઈ રહે, તે માટે તેં તેને રોટલી તથા તરવાર આપીને, તથા તેને માટે ઈશ્વરનિ સલાહ પૂછીને, તમે, એટલે તેં તથા તેણે, મારી વિરુદ્ધ કેમ બંડ રચ્યું છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલે તેને પૂછયું, “તેં અને યશાઇના પુત્રે માંરી વિરુદ્ધ કાવતરું શા માંટે કર્યુ? તેં તેને ખાવાનું આપ્યું, તરવાર આપી અને તેના માંટે યહોવાને પ્રાર્થના પણ કરી. હવે તે સંતાઇ ગયો છે મને માંરી નાખવાની રાહમાં.”