1 Samuel 22:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી અહીમેલેખે રાજાને ઉત્તર આપ્યો, "દાઉદ કે જે રાજાનો જમાઈ છે, જે તમારો અંગરક્ષક છે તથા જે તમારા દરબારમાં માનવંતો છે, તેના જેવો વિશ્વાસુ તમારામાંના સર્વ ચાકરોમાં અન્ય કોણ છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અહિમેલેખે જવાબ આપ્યો, “દાવિદ તમારો સૌથી વિશ્વાસુ અમલદાર છે. તે તમારો જમાઈ અને તમારા અંગરક્ષકોનો ઉપરી છે અને રાજદરબારમાં સૌ કોઈ તેનું ખૂબ આદરમાન કરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે અહીમેલેખે રાજાને ઉત્તર આપ્યો, “દાઉદ કે જે રાજાનો જમાઈ છે, જે તમારી રાજસભામાં દાખલ કરાયેલો છે, ને જે તમારા ઘરમાં માનવંતો છે, તેના જેવો વિશ્વાસુ તમારા બધા ચાકરોમાં કોણ છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અહીમેલેખે જવાબ આપ્યો, “તમાંરા બધા અમલદારોમાં દાઉદ જેવો કોઈ વફાદાર નથી; તે તમાંરો જમાંઈ છે, તમાંરા અંગરક્ષકોનો નાયક છે, અને તમાંરા દરબારમાં માંનભર્યુ સ્થાન ધરાવે છે.