1 Samuel 22:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી રાજાએ દોએગને કહ્યું, "પાછો ફરીને યાજકોને મારી નાખ." તેથી દોએગ અદોમી પાછો ફર્યો અને યાજકો ઉપર હુમલો કર્યો; તે દિવસે તેણે શણનો એફોદ (ઝભ્ભો) પહેરેલા પંચાશી યાજકોનો સંહાર કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી શાઉલે દોએગને કહ્યું, “તું તેમને મારી નાખ.” એટલે અદોમી દોએગે તેમને બધાને મારી નાખ્યા. તે દિવસે તેણે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રનો એફોદ પહેરનાર પ્રભુના પંચ્યાસી યજ્ઞકારોને મારી નાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે રાજાએ દોએગને કહ્યું, “તું પાછો ફરીને યાજકો પર તૂટી પડ.” ત્યારે દોએગ અદોમી ફર્યો, ને યાજકો પર તૂટી પડીને તે દિવસે તેણે શણનો એફોદ પહેરેલો પંચાશી પુરુષોને મારી નાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી શાઉલે અદોમી દોએગને કહ્યું, “દોએગ, તું જ યાજકોને માંરી નાખ.” તેથી દોએગે યાજકોને માંરી નાખ્યા; એ જ દિવસે તેણે તેઓમાંના 85 ને માંરી નાખ્યા.