1 Samuel 23:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદ અરણ્યમાં મજબૂત મિલોઓમાં અને ઝીફના અરણ્યમાં પહાડી પ્રદેશમાં રહ્યો. શાઉલ તેને દરરોજ શોધતો હતો, પણ ઈશ્વરે તેને તેના હાથમાં લાગવા દીધો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ વેરાનપ્રદેશમાં જ રહ્યો. તે ઝીફના વેરાનપ્રદેશમાં પહાડના મજબૂત ગઢોમાં સંતાઈ રહ્યો. શાઉલ તેની નિત્ય શોધ કરતો રહ્યો, પણ ઈશ્વરે દાવિદને તેના હાથમાં સોંપ્યો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદ રાનમાં મજબૂત ગઢોમાં વસ્યો, ને ઝીફના રાનમાં પહાડી પ્રદેશમાં રહ્યો. શાઉલ દરરોજ તેના હાથમાં સોંપ્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદ રણની અંદર કિલ્લામાં રહેતો. પદ્ધી તે તેના માણસો સાથે પર્વતોમાં ઝીફ રણમાં સંતાઇ ગયો. શાઉલ હમેશા તેઓને શોધતો હતો. પરંતુ દેવે શાઉલને દાઉદને પઢડવા ન દીધો.