1 Samuel 23:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી દાઉદે સહાય માટે ઈશ્વરને પ્રાર્થના કરીને તેમને પૂછ્યું, "હું જઈને આ પલિસ્તીઓ પર હુમલો કરું?" ઈશ્વરે દાઉદને કહ્યું, "જા અને પલિસ્તીઓને મારીને કઈલાને બચાવ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેણે પ્રભુને પૂછયું, “હું જઈને પલિસ્તીઓ પર હુમલો કરું?” પ્રભુએ જવાબ આપ્યો, “હા, જા, તેમના પર હુમલો કરીને કઈલાનો બચાવ કર.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી દાઉદે યહોવાની સલાહ પૂછી, “હું જઈને એ પલિસ્તીઓને મારું?” યહોવાએ દાઉદને કહ્યું, “જા; પલિસ્તીઓને મારીને કઈલાને બચાવ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તેમણે યહોવાને પ્રશ્ર કર્યો કે, “માંરે જઈને આ પલિસ્તીઓ ઉપર હુમલો કરવો?” યહોવાએ જવાબ આપ્યો, “હા, તું જઈને પલિસ્તીઓ ઉપર હુમલો કર અને કઈલાહને બચાવ.”