1 Samuel 23:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલ તથા તેના માણસો તેને શોધવા ગયા. અને દાઉદને તેની ખબર મળી, ત્યારે તે ઊતરીને ખડકાળ પર્વત પાસે આવીને માઓનના અરણ્યમાં રહ્યો. જયારે શાઉલે તે સાંભળ્યું, ત્યારે તે માઓનના અરણ્યમાં દાઉદની પાછળ પડ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલ અને તેના માણસો દાવિદની શોધમાં નીકળ્યા. પણ દાવિદ તે વિષે સાંભળીને માઓનના વેરાનપ્રદેશના ખડકાળ કોતરમાં જતો રહ્યો. એ સાંભળીને શાઉલે દાવિદનો પીછો પકડયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શાઉલ તથા તેના માણસોન તેને શોધવા ગયા. લોકોએ દાઉદને એ વાતની ખબર આપી; માટે તે ખડક પાસે ઊતરી આવીને માઓન રાનમાં રહ્યો. તે સાંભળીને શાઉલ માઓનના રાનમાં દાઉદની પાછળ પડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તેને દાઉદનાં સંતાવા વિષે ખબર પડી ત્યારે શાઉલ અને તેના મૅંણસો દાઉદની શોધમાં નીકળી પડ્યા. પણ દાઉદને એની જાણ થતાં તે માંઓનના રણમાં એક ખડકની ભેખડમાં ચાલ્યો ગયો. શાઉલને આની ખબર પડી અને ત્યાં તેનો પીછો કર્યો,