1 Samuel 23:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદ તથા તેના માણસો કઈલામાં ગયા અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યું. તેઓએ તેમનાં જાનવરોને દૂર લઈ જઈને હુમલો કર્યો. અને તેઓનો સંહાર કર્યો. એમ દાઉદે કઈલા રહેવાસીઓને બચાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી દાવિદ અને તેના માણસોએ કઈલા જઈને પલિસ્તીઓ પર હુમલો કરીને તેમનો ભારે સંહાર કર્યો અને તેમનાં ઢોરઢાંક લઈ લીધાં અને એમ દાવિદે એ નગરનો બચાવ કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દાઉદ તથા તેના માણસો કઈલા ગયા, ને પલિસ્તીઓ સાથે યુદ્ધ કરીને તેઓનાં ઢોરઢાંકનું હરણ કરી લાવ્યા, ને તેમની કતલ કરીને તેમનો મોટો સંહાર કર્યો. એમ દાઉદે કઈલાવાસીઓને બચાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી દાઉદ અને તેના માંણસોએ કઈલાહ જઈને પલિસ્તીઓ ઉપર હુમલો કર્યો, તેમને સખત હાર આપી. અને તેઓ તેમનાં ઢોરને હાંકી ગયા. આમ તેમણે શહેરને બચાવી લીધું.