1 Samuel 24:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આજે તમારી નજરે તમે જોયું છે કે આપણે ગુફામાં હતા ત્યારે કેવી રીતે ઈશ્વરે તમને મારા હાથમાં સોંપ્યાં હતા. કેટલાકે તમને મારી નાખવાને મને કહ્યું, પણ મેં તમને જીવતદાન દીધું. મેં કહ્યું કે, 'હું મારો હાથ મારા માલિકની વિરુદ્ધ નહિ નાખું; કેમ કે તે ઈશ્વરના અભિષિક્ત છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે પોતે જોઈ શકો છો કે આજે ગુફામાં પ્રભુએ તમને મારા હાથમાં સોંપી દીધા હતા. મારા કેટલાક માણસોએ તમને મારી નાખવા મને કહ્યું, પણ મેં તમને જીવતદાન આપ્યું. કારણ, મેં વિચાર્યું કે તમે પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજા છો અને તેથી મારે તમને કંઈ ઇજા કરવી જોઈએ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, આજે ગુફામાં યહોવાએ કેવા તમને મારા હાથમાં સોંપ્યા હતા તે તમે તમારી નજરે જોયું છે: કેટલાકે તમને મારી નાખવાનું મને કહ્યું; પણ [મેં] તમને જીવતદાન આપ્યું. મેં કહ્યું કે, હું મારા મુરબ્બી પર મારો હાથ નહિ ઉગામું, કેમ કે તે યહોવાનો અભિષિક્ત છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ તમે પોતે જોઇ રહ્યાં છો. આજે યહોવાએ એ ગુફામાં તમને માંરા હાથમાં સોપી દીધા અને હું તમને ત્યાજ માંરી નાખી શકત. માંરા માંણસોએ તમને માંરી નાખવાનુ કહ્યું, ‘પરંતુ મે તમાંરા જીવ પર દયા કરી, કારણ કે હુ માંરા ધણીને માંરી શકતો નથી કારણ કે યહોવાએ પોતે તમને રાજા બનાવ્યા હતા.’