1 Samuel 25:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જુવાનોમાંના એક જણે નાબાલની પત્ની અબિગાઈલને કહ્યું, "દાઉદે અમારા માલિકને સલામ કહેવા સારુ અરણ્યમાંથી સંદેશવાહકોને મોકલ્યા હતા અને તેણે તેઓનું અપમાન કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાબાલના એક નોકરે નાબાલની પત્ની અબિગાઈલને કહ્યું, “તમે સાંભળ્યું છે કે દાવિદે વેરાનપ્રદેશમાંથી કેટલાક સંદેશકો મોકલીને આપણા શેઠને શુભેચ્છા પાઠવી હતી, પણ તેમણે તો ગુસ્સે થઈને તેમનું અપમાન કર્યું?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ [નાબાલના] જુવાનોમાંના એકે નાબાલની પત્ની અબિગાઇલને કહ્યું, “જો, દાઉદે અમારા શેઠને સલામ કહેવા માટે રાનમાંથી હલકારા મોકલ્યા હતા, પણ એ તો તેમના પર ઊતરી પડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દરમ્યાન નાબાલના એક સેવકે નાબાલની પત્ની અબીગાઈલને કહ્યું, “દાઉદે જગંલમાંથી કેટલાક સંદેશવાહકો માંરફતે આપણા ધણીને પ્રણામ કહેવડાવ્યા; પણ એ તેમના પર ઉકળી ઊઠયો.