1 Samuel 25:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે કહ્યું હતું, "આ માણસની અરણ્યમાંની મિલકત મેં એવી રીતે સંભાળી કે તેનું કશું પણ ચોરાયું કે ખોવાયું નહોતું, પણ મારી એ બધી સેવાની કદર થઈ નથી. તેણે મારા પર ઉપકારને બદલે અપકાર કર્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ વિચારતો હતો, “મેં એ માણસની મિલક્તનું આ વેરાનપ્રદેશમાં શા માટે રક્ષણ કર્યું? તેનું કંઈ ચોરાયું નહોતું અને મેં કરેલી મદદનો તે મને આવો બદલો આપે છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે દાઉદે કહ્યું હતું, “આ માણસની રાનમાંની સર્વ મિલકત મેં એવી રીતે સાંભળી હતી કે તેનું કંઈ પણ ખોવાયું નહોતું, એ બધું ખરેખર ફોકટ ગયું છે. તેણે મને સારાનો બદલો બૂરો આપ્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદને થતું હતુ કે, “મેં આ માંણસની મિલકત વગડામાં સાચવી એ ભારે ભૂલ કરી. એનું કશું જ ગયું નહોતું, છતાં એણે ઉપકારનો બદલો અપકારથી વાળ્યો!