1 Samuel 25:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે સર્વ તેનું છે તેમાંથી સવારનું અજવાળું થતાં સુધીમાં એકાદ પુરુષને પણ જો હું જીવતો રહેવા દઉં, તો ઈશ્વર દાઉદના શત્રુઓને એવું અને એના કરતાં વધારે દુઃખ પમાડો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સવાર થતાં સુધીમાં તેના આબાલવદ્ધ એકેએક પુરુષોનો સંહાર ન કરું તો ઈશ્વર મારી એથીય બૂરી દશા કરો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ તેનું છે તે સર્વમાંથી સવાર થતાં સુધીમાં એક નર બાળક સરખુંય હું જીવતું રહેવા દઉં તો ઈશ્વર દાઉદના શત્રુઓને એવું ને એથી પણ વધારે દુ:ખ પાડો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું જો સવાર સુધીમાં એનો એક પણ માંણસ જીવતો રહેવા દઉં તો દેવનો શાપ માંરા પર ઉતરો.”