1 Samuel 25:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે અબિગાઈલે દાઉદને જોયો, ત્યારે તે ઉતાવળથી પોતાના ગધેડા પરથી ઊતરી પડી અને તેના મુખ આગળ સાષ્ટાંગ દંડવત કરીને જમીન સુધી નમીને પ્રમાણ કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદને જોઈને અબિગાઇલ તરત જ ગધેડા પરથી ઊતરી પડી અને ભૂમિ પર નમીને દાવિદને પગે પડતાં તેને કહ્યું, “મહોદય, કૃપા કરીને મારું કહેવું ધ્યનથી સાંભળો. જે બન્યું છે એનો દોષ મારે માથે આવો, પણ એ નકામા નાબાલ (અર્થાત્ મૂર્ખ) તરફ ધ્યાન ન આપશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અબિગાઈલે દાઉદને જોયો ત્યારે તે ઉતાવળથી પોતાના ગધેડા પરથી ઊતરી પડી, ને દાઉદને સાષ્ટાંગ દંડવત કરીને તથા જમીન સુધી વાંકી વળીને પ્રણામ કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદને જોતાં જ અબીગાઈલ તરત જ ગધેડા ઉપરથી નીચે ઊતરી. અને દાઉદ સામે નીચું મોઢુ કરીને નમી.