1 Samuel 25:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને હવે આ ભેટ જે તમારી સેવિકા મારા માલિકને સારુ લાવી છે, તે જે જુવાનો મારા માલિકને અનુસરનારા છે તેઓને આપવામાં આવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી કૃપા કરીને તમારી આ સેવિકાની ભેટ સ્વીકારો અને તમારી સેવા કરનારા જુવાનોને આપો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે આ જે ભેટ આપની દાસી મારા મુરબ્બીને માટે લાવી છે, તે જે જુવાનો મારા મુરબ્બીની તહેનાતમાં છે તેઓને આપવામાં આવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે ભેટ આ દાસી લાવી છે તે આપના તાબા હેઠળના માંણસોને આપી દો.