1 Samuel 25:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અબિગાઈલ નાબાલ પાસે પાછી આવી; ત્યારે તેણે પોતાને ઘરે રજવાડી ભોજનની મહેફિલ રાખી હતી; તે વખતે નાબાલ ખુશમિજાજમાં હતો. તેણે ખૂબ નશો કર્યો હતો. તેથી સવાર પડતાં સુધી અબિગાઈલે તેને કશું કહ્યું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબિગાઇલ નાબાલ પાસે પાછી ગઈ તો તે ઘેર રાજદ્વારી મિજબાની માણતો હતો. તે પીધેલો અને મસ્ત હતો. એટલે બીજા દિવસની સવાર સુધી તેણે તેને કંઈ કહ્યું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી અબિગાઇલ નાબાલ પાસે આવી, તો જુઓ, તેણે પોતાને ઘેર બાદશાહી જમણ જેવું એક જમણ કર્યું હતું. અને નાબાલનું દિલ ઘણું જ ખુશ થયું, કેમ કે તે ઘણો પીધેલો હતો; માટે સવારનું અજવાળું થતાં સુધી તેણે તેને ઓછુંવત્તું કંઈ કહ્યું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અબીગાઈલ પાછી ઘેર ગઈ ત્યારે નાબાલ કોઈ રાજાને છાજે એવી ઉજાણી માંણતો હતો; તે લહેરમાં આવ્યો હતો અને તે ઘણો પીધેલો હતો, આથી અબીગાઈલે તેને સવાર થતાં સુધી કંઈજ કહ્યું નહિ.