1 Samuel 26:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી દાઉદે ભાલો તથા પાણીનું પાત્ર શાઉલના માથા પાસેથી લઈ લીધાં અને તેઓ ત્યાંથી જતા રહ્યા. કોઈએ તે વિશે જોયું નહિ કે જાણ્યું નહિ, કોઈ જાગ્યો નહિ; કેમ કે ઈશ્વરે તેમને ગાઢ નિદ્રામાં નાખ્યા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમ દાવિદે શાઉલના માથા પાસેથી ભાલો અને પાણીનો ચંબૂ લઇ લીધાં અને પછી તે તથા અબિશાય ત્યાંથી જતા રહ્યા. એ ન તો કોઈએ જોયું કે ન તો કોઈને ખબર પડી. કોઈ જાગ્યા પણ નહિ, તેઓ ભરઊંઘમાં હતા. કારણ, પ્રભુએ તેમને સૌને ભર ઊંઘમાં નાખ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ દાઉદે ભાલો તથા પાણીનો ચંબુ શાઉલના માથા આગળથી લઈ લીધા. અને તેઓ સઘળા ઊંઘતા હતા, કેમ કે યહોવાએ તેમના પર ગાઢ નિદ્રા મોકલી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી દાઉદે શાઉલના માંથા પાસે રહેલો ભાલો અને પાણીનો કૂંજો લીધો અને ચાલ્યો ગયો. પણ કોઇએ દાઉદ અને અબીશાયને શાઉલના માંથા પાસે રહેલો ભાલો અને કૂંજો લઇ જતા જોયા નહિ. કોઇએ કઇજ જોયું નહિ. છાવણી માં બધાં ઊંઘતા હતા અને યહોવાએ તેમને બધાને ગાઢ નિદ્રામાં નાખ્યા હતા.