1 Samuel 26:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ જે બાબત તેં કરી છે તે ઠીક નથી. જીવતા ઈશ્વરના સમ, તમે મરવાને લાયક છે કેમ કે તમે તમારા માલિક, એટલે ઈશ્વરના અભિષિક્તની સંભાળ રાખી નથી. અને હવે, રાજાનો ભાલો તથા તેના માથા પાસેનું પાણીનું પાત્ર ક્યાં છે તે જુઓ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આબ્નેર, તું તારી ફરજ ચૂક્યો છે. જેનો પ્રભુએ રાજા તરીકે અભિષેક કર્યો છે એ તમારા માલિકનું તમે ચોક્સાઈપૂર્વક રક્ષણ કર્યું નથી. તેથી હું પ્રભુના જીવના સમ ખાઉં છું કે તમે મૃત્યુદંડને પાત્ર છો. હવે શોધો તો ખરા કે રાજાનો ભાલો ક્યાં છે? તેના માથા પાસે પડેલો પાણીનો ચંબૂ ક્યાં છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ જે તેં કર્યું છે તે ઠીક નથી. જીવતા યહોવાના સમ, તમે મરવા યોગ્ય છો, કેમ કે તમે તમારા મુરબ્બીનો એટલે યહોવાના અભિષિક્તનો જાપતો રાખ્યો નથી. હવે રાજાનો ભાલો તથા તેમના માથા પાસેનો પાણીનો ચંબુ ક્યાં છે તે જુઓ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે તે કર્યુ છે તે સારુ ન હતુ, કારણ તેઁ તારા ધણીનું રક્ષણ નથી કર્યુ, આપણા યહોવાએ તેને રાજા બનાવ્યો છે અને તે એની રક્ષા નથી કરી, તું અને તારા માંણસો મરવાને લાયક છો! રાજાના માંથા પાસે હતો તે ભાલો અને કૂંજો ક્યાં છે તે જુઓ.”