1 Samuel 26:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી હવે, મારા માલિક રાજાએ કૃપા કરીને પોતાના દાસનાં વચન સાંભળવાં. જો ઈશ્વરે તમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોય, તો તેમને આ અર્પણનો અંગીકાર કરવા દો; પણ જો તે માનવ જાતનું કામ હોય, તો તે માણસો ઈશ્વરની આગળ શાપિત થાઓ, કેમ કે તેઓએ મને આજે કાઢી મૂક્યો છે કે, હું ઈશ્વરના વારસાનો ભાગીદાર ના બનું. તેઓએ મને કહ્યું, 'જા અને બીજા દેવોની ઉપાસના કર.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હે રાજા, મારા માલિક, તમારા સેવકનું સાંભળો. પ્રભુએ તમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોય તો પ્રભુને એકાદ અર્પણ ચઢાવીને તેમને પ્રસન્‍ન કરું. પણ જો તે માણસનું કામ હોય તો તેઓ પ્રભુથી શાપિત થાઓ. કારણ, તેમણે ‘જા, અન્ય દેવોની સેવા કર’ એવું કહીને આજે મને કાઢી મૂક્યો છે. જેથી પ્રભુના વતનમાં મારો કોઈ લાગભાગ રહે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો હવે, મારા મુરબ્બી રાજાએ કૃપા કરીને પોતાના દાસનાં વચન સાંભળવાં, જો મારી વિરુદ્ધ તમને ઉશ્કેરનાર તે યહોવા હોય, તો તે એક અર્પણનો અંગીકાર કરો, પણ જો તે મનુષ્યપુત્રો હોય, તો તે યહોવાની આગળ શાપિત થાઓ; કેમ કે જા, અન્ય દેવોની સેવા કર, એમ કહીને, હું યહોવાના વતનનો ભાગીદાર ન રહું એ મતલબથી તેઓએ મને આજે હાંકી કાઢ્યો છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માંરા ધણી અને રાજા, માંરુ સાંભળો, તમાંરા સેવકને વાત કરતા: જો યહોવાએ આપને માંરી વિરુદ્ધ ઉશ્કેર્યો હોય, તો તેઓ માંરા અર્પણો સ્વીકારે, પણ જો માંણસોએ આપને માંરી વિરુદ્ધ ઉશ્કેર્યો હોય તો ભલે દેવથી એમના માંટે ખરાબ થાય. યહોવાએ આપણને આપેલ ભૂમિમાંથી લોકોએ મને બહાર હાંકી કાઢયો. તેઓએ કહ્યું ચાલ્યો જા, અને બીજા વિદેશી દેવોની સેવા કર.