1 Samuel 26:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી હવે, મારું લોહી ઈશ્વરની સમક્ષતાથી દૂરની ભૂમિ પર ના પડો; કેમ કે જેમ કોઈ પર્વત પર તિતરનો શિકાર કરતો હોય, તેમ ઇઝરાયલના રાજા એક ચાંચડને શોધવા નીકળી આવ્યા છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો હવે પ્રભુની ઉપસ્થિતિથી દૂર એટલે વિધર્મીઓના દેશમાં મારું ખૂન ન થાઓ. કારણ, પર્વતોમાં તેતર જેવાં પક્ષીઓનો શિકાર કરનારની માફક ઇઝરાયલનો રાજા મારા જેવા એક ચાંચડને પકડવા માગે છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો હવે મારું લોહી યહોવાની હજૂરથી દૂરની ભૂમિ પર નપડો, કારણ જેમ પર્વત પર તેતરનો શિકાર કોઈ કરતો હોય, તેમ ઇઝરાયલના રાજા એક ચાંચડને શોધવા નીકળી પડ્યા છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને યહોવાની હાજરીથી દૂર માંરી નાખતા નહિ ઇસ્રાએલના રાજા માંત્ર માંખીની પાછળ પડ્યાં છે, તમે તો પર્વતો ઉપર તેતરનો શિકાર કરે એ માંણસ જેવા છો.”