1 Samuel 26:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વર દરેક માણસને તેના ન્યાયીપણાનું તથા તેના વિશ્વાસુપણાનું ફળ આપશે; કેમ કે ઈશ્વરે તમને આજે મારા હાથમાં સોંપ્યાં હતા, પણ મેં ઈશ્વરના અભિષિક્તની વિરુદ્ધ મારો હાથ ઉગામવાની અપેક્ષા રાખી નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પ્રામાણિક્તા અને વફાદારીનો બદલો આપે છે.આજે પ્રભુએ તમને મારા હાથમાં સોંપી દીધા. પણ પ્રભુના અભિષિક્ત રાજા તરીકે મેં તમારા પર ઘા કરવાનું યોગ્ય માન્યું નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા પ્રત્યેક માણસને ન્યાયીપણાનું તથા તેના વિશ્વાસુપણાનું ફળ આપશે, કેમ કે યહોવાએ તમને આજે મારા હાથમાં સોંપી દીધા હતા, છતાં મેં યહોવાના અભિષિક્ત પર મારો હાથ ઉગામવાની ઇચ્છા કરી નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભલે યહોવા માંણસને તેના સાચા કાર્યો અને વિશ્વાસુપણા પ્રમાંણે બદલો આપે. આજે યહોવાએ તને માંરા હાથમાં સોપી દીધો હતો પરંતુ યહોવાએ તને રાજા બનાવ્યો છે. તેથી હું એમના પસંદ કરેલા માંણસને ઇજા ન કરી શકું.