1 Samuel 26:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી દાઉદ તથા અબિશાય રાતે સૈન્ય પાસે આવ્યા. અને ત્યાં શાઉલ છાવણીની અંદર સૂતેલો હતો, તેનો ભાલો તેના માથાની બાજુએ ભોંયમાં ખોસેલો હતો. આબ્નેર તથા તેના સૈનિકો તેની આસપાસ સૂતેલા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે રાત્રે દાવિદ અને અબિશાયે શાઉલની છાવણીમાં પ્રવેશ કર્યો અને જોયું તો છાવણીમાં સૈનિકોના ઘેરા મધ્યે શાઉલ ઊંઘતો હતો અને તેનો ભાલો તેના માથા નજીક જમીન પર ખોસેલો હતો. આબ્નેર તથા લશ્કરના સૈનિકો તેની આસપાસ ઊંઘતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી દાઉદ તથા અબીશાય રાતે લોકો પાસે ગયા. અને જુઓ, શાઉલ ગાડાંના કોટની અંદર સૂથેલો હતો, ને તેનો ભાલો તેના માથા આગળ ભોંયમાં ખોસેલો હતો. અને આબ્નેર તથા લોકો તેની આસપાસ સૂતેલા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી દાઉદ અને અબીશાય રાત્રે છાવણીમાં ગયા. તેમણે શાઉલને સૈનિકોની વચ્ચે છાવણીની મધ્યે સૂતેલો જોયો. તેનો ભાલો તેના માંથા આગળ જમીનમાં ખોસેલો હતો. આબ્નેર અને લશ્કર તેની ફરતે સૂતેલા હતા.