1 Samuel 26:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે અબિશાયે દાઉદને કહ્યું, "ઈશ્વરે આજે તારા શત્રુને તારા હાથમાં સોંપ્યો છે. તો કૃપા કરી મને ભાલાના એક ઘાથી તેને ભોંય ભેગો કરવા દે. તેને બીજા ઘાની જરૂર નહિ પડે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબિશાયે દાવિદને કહ્યું, “ઈશ્વર તમારા શત્રુને આજે રાત્રે તમારા હાથમાં સોંપી દીધો છે. હવે મને ભાલાના એક જ ઘાથી તેને જમીનમાં જડી દેવા દો. મારે બીજો ઘા કરવો નહિ પડે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે અબીશાયે દાઉદને કહ્યું, “ઈશ્વરે આજે તમારા શત્રુને તમારા હાથમાં સોંપી દીધો છે. તો હવે કૃપા કરીને મને ભાલાના એક ઘાથી તેને ભોંયભેગો કરવા દો, ને હું તેને બીજી વાર નહિ મારું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અબીશાયે દાઉદને કહ્યું, “દેવે આજે તારા દુશ્મનને તારા હાથમાં સુપ્રત કર્યા છે. હું એને ભાલાના એક જ ઘાથી ભોંય સાથે જડી દઈશ. માંરે બીજો ઘા કરવો પડે નહિ.”