1 Samuel 27:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદના મનમાં થયું કે, "હવે તો એક દિવસ હું શાઉલના હાથથી માર્યો જઈશ; પલિસ્તીઓના દેશમાં નાસી જવા કરતાં બીજું કંઈ મારા માટે સારું નથી; શાઉલ મારા વિષે નિરાશ થઈને ઇઝરાયલની સર્વ સરહદોમાં મારી શોધ કરવાનું છોડી દેશે; એમ તેમના હાથમાંથી હું બચી જઈશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે પોતાના મનમાં કહ્યું, “શાઉલ, મને કોઈક દિવસ મારી નાખશે. તેથી હું નાસી છૂટીને પલિસ્તીયામાં જતો રહું એ જ ઉત્તમ છે. પછી શાઉલ હતાશ થઈને મને ઇઝરાયલમાં શોધવાનું પડતું મૂકશે અને હું સલામત રહીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદે પોતાના મનમાં કહ્યું, “હવે તો એક દિવસ હું શાઉલના હાથે માર્યો જઈશ. પલિસ્તીઓના દેશમાં નાસી જવા કરતાં બીજું કંઈ મારે માટે સારું નથી. આથી શાઉલ મારા વિષે નિરાશ થઈને ઇઝરાયલની સર્વ સીમાઓમાં મારી શોધ કરવાનું છોડી દેશે. એમ હું તેમના હાથમાંથી બચી જઈશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે પોતાના મનમાં વિચાર કર્યો, “કોઈ દિવસ શાઉલ મને માંરી નાખશે, એટલે હું પલિસ્તીઓના પ્રદેશમાં નાસી જાઉં એ જ ઉત્તમ છે. તો શાઉલ માંરી આશા છોડી દેશે; અને આખા ઇસ્રાએલમાં માંરી શોધ કરવાનું માંડી વાળશે અને હું સુરક્ષિત રહી શકીશ.”