1 Samuel 27:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદ તથા તેના માણસો ગાથમાં આખીશ સાથે રહ્યા, દરેક માણસ પોતાના પરિવાર સહિત અને દાઉદ પણ પોતાની બે પત્નીઓ, એટલે યિઝ્એલી અહિનોઆમ તથા નાબાલની પત્ની કાર્મેલી અબિગાઈલ સાથે રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ અને તેના માણસો તેમનાં કુટુંબો સહિત આખીશના આશ્રયે ગાથમાં વસ્યા. દાવિદની સાથે તેની બંને પત્નીઓ એટલે કે યિઝએલની અહિનોઆમ અને નાબાલ ર્કામેલીની વિધવા અબિગાઈલ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદ તથા તેના માણસો ગાથમાં આખીશ સાથે રહ્યા, એટલે પ્રત્યેક માણસ પોતાના કુટુંબકબીલા સાથે, અને દાઉદ પણ પોતાની બે પત્નીઓ, એટલે યિઝ્રએલી અહીનોઆમ તથા નાબાલની પત્ની કાર્મેલી અબિગાઇલ સાથે રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદ અને તેના માંણસો પોતપોતાનાં કુટુંબોની સાથે આખીશની પાસે ગાથમાં સ્થાયી થયા. દાઉદની સાથે તેની બે પત્નીઓ હતી: યિઝએલી અહીનોઆમ તથા નાબાલની વિધવા કામેર્લની અબીગાઈલ,