1 Samuel 27:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદ તથા તેના માણસોએ વિવિધ સ્થળો પર હુમલો કર્યો, ગશૂરીઓ, ગિર્ઝીઓ તથા અમાલેકીઓ ઉપર છાપા માર્યા; કેમ કે પ્રાચીન કાળથી તે લોકો તે દેશમાં શૂર તરફ છેક મિસર દેશ સુધી વસેલા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ પ્રદેશમાં લાંબા સમયથી રહેતા ગશૂર, ગિર્ઝી અને અમાલેકના લોકો પર દાવિદ અને તેના માણસો હુમલો કરતા. પ્રાચીન સમયથી એ લોકો એ પ્રદેશમાં ઇજિપ્ત જવાના રસ્તે છેક શૂર સુધી વસતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદ તથા તેના માણસો ત્યાંથી નીકળીને ગશૂરીઓ, ગિર્ઝીઓ તથા અમાલેકીઓ પર હલ્લો કરતા; કેમ કે પ્રાચીન કાળથી તે લોકો તે દેશમાં શૂર તરફ છેક મિસર દેશ સુધી વસેલા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદ અને તેના માંણસો ગશૂરીઓ, ગિઝીર્ઓ, અને અમાંલેકીઓના પ્રદેશમાં ધાડ પાડવા નીકળી પડતા. એ લોકો જૂના જમાંનાથી શૂર અને મિસર સુધીના પ્રદેશમાં વસતા હતા.