1 Samuel 28:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેમ ઈશ્વર મારી મારફતે બોલ્યા તેમ તેમણે તને કર્યું છે. કેમ કે ઈશ્વરે તારા હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તેને કોઈ બીજાને એટલે દાઉદને આપ્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મારી મારફતે આપેલ સંદેશ પૂર્ણ કર્યો છે: તેમણે તારી પાસેથી રાજ્ય ખૂંચવી લઈને તેને બદલે તે દાવિદને આપ્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેમ યહોવા મારી મારફતે બોલ્યા હતા તેમ તેમણે તને કર્યું છે. યહોવાએ તારા હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તે તારા પડોશીને, એટલે દાઉદને આપ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ જે કરવાના છે તે કહેવા દેવે માંરો ઉપયોગ કર્યો છે. અને હમણા તેઓ આ કરી રહ્યાં છે. હમણા તેઓ રાજ્યને તારા હાથેથી અલગ કરીને તારા મિત્ર દાઉદને આપી રહ્યાં છે.