1 Samuel 28:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે આખીશને કહ્યું" સારું તેથી તારા જાણવામાં આવશે કે તારો આ સેવક શું કરી શકે છે." અને આખીશે દાઉદને કહ્યું, "હું તને હમેંશને માટે મારો રક્ષક બનાવીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે આખીશને કહ્યું, “જરૂર, હું તો તમારો સેવક છું અને હું શું કરી શકું છું તેની પણ તમને ખબર પડશે.” આખીશે કહ્યું, “ભલે, હું તને મારો કાયમી અંગરક્ષક બનાવીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદે આખીશને કહ્યું, “ [સારું;] તે પરથી તમારો સેવક શું કરવાનો છે તે તમને માલૂમ પડશે.” પછી આખીશે દાઉદને કહ્યું, “એમ હોય તો હમેશને માટે હું તને મારો શિરરક્ષક બનાવીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે આખીશને કહ્યું, “સારું, અને આ સેવક શું કરી શકે છે તેની આપને ખબર પડશે.” આખીશે કહ્યું, “સારું, હું તને માંરો કાયમનો અંગરક્ષક બનાવીશ.”