1 Samuel 28:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે શાઉલ તરત ભૂમિ પર નમી પડ્યો. અને શમુએલના શબ્દોથી બહુ ભયભીત થયો. તેનામાં કંઈ શક્તિ રહી નહોતી; કેમ કે તેણે આખો દિવસ તથા આખી રાત કશું પણ ખાધું ન હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શમુએલે કહેલી વાતથી ગભરાઈ જઈને શાઉલ આખો દિવસ અને આખી રાત જમીન પર ચત્તોપાટ પડી રહ્યો. તેણે કંઈ ખાધું નહિ હોવાથી તે નિર્બળ થઈ ગયો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે શાઉલ તરત ભૂમિ પર ઊંધો પડી ગયો, ને શમુએલના વચનોથી બહુ ભયભીત થયો. તેનામાં કંઈ શક્તિ રહી નહોતી કેમ કે તેણે તે આખો દિવસ તથા આખી રાત કંઈ અન્‍ન ખાધું નહોતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શમુએલનાં વચનો સાંભળતાં જ શાઉલ ભયભીત થઈને જમીન પર ચત્તોપાટ પડી ગયો, તેનામાં કંઈ શકિત રહી નહોતી, કારણ કે તેણે આખો દિવસ અને આખી રાત કશુંય ખાધું નહોતું.