1 Samuel 28:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સ્ત્રી શાઉલ પાસે આવી અને તેને ઘણો ગભરાયેલો જોઈને તેણે તેને કહ્યું, "જો, તારી આ સેવિકાએ પોતાનો જીવ મુઠ્ઠીમાં મૂકી તેં જે કહ્યું તે સાંભળ્યું છે. અને તારા કહેવા પ્રમાણે કર્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પેલી સ્ત્રીએ શાઉલ પાસે જઈને જોયું તો તે ગભરાઇ ગયો હતો. તેથી તેણે તેને કહ્યું, “સાહેબ, તમારી વાત મેં મારા જીવના જોખમે માની છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સ્‍ત્રી શાઉલ પાસે આવી, ને તેને ઘણો ગભરાયેલો જોઈને તેણે તેને કહ્યું, “જો, તારી દાસીએ તારા કહ્યા પ્રમાણે કર્યું છે, ને મારો જીવ મારી મુઠ્ઠીમાં લઈને, જે વચનો તેં મને કહ્યાં તે મેં સાંભળ્યાં છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પેલી સ્ત્રી શાઉલની નજીક આવી અને જોયું કે તે ઘણો ભયભીત થઇ ગયો છે.એટલે તેણે કહ્યું, “જુઓ સાહેબ, આ દાસીએ તમે જે કઇ કહ્યું તે કર્યું. મેં માંરા જીવને જોખમમાં નાખીને જે મને કરવા માંટે આજ્ઞા કરી હતી તે કર્યું.