1 Samuel 29:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે આખીશને કહ્યું, "પણ મેં શું કર્યું છે? જ્યાં સુધી હું તારી સેવામાં હતો ત્યાં સુધી, એટલે આજ સુધી તેં પોતાના દાસમાં એવું શું જોયું, કે મારા માલિક રાજાના શત્રુઓની સાથે લડવા માટે મારી પસંદગી ના થાય?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે જવાબ આપ્યો, “મેં શું ખોટું કર્યું છે? રાજન, મેં તમારી સેવા કરવાની શરૂઆત કરી ત્યારથી તમને મારામાં કંઈ દોષ માલૂમ પડયો નથી. તેથી હે રાજા, મારા માલિક, મારે શા માટે તમારી સાથે આવીને તમારા શત્રુઓ સાથે ન લડવું?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે દાઉદે આખીષને કહ્યું, “પણ મેં શું કર્યું છે? હું તમારી હજૂરમાં આવ્યો ત્યારથી તે આજ સુધીમાં તમે આ તમારા દાસમાં એવું શું જોયું કે, મારા મુરબ્બી રાજાના શત્રુઓની સામે જઈને લડવાની પરવાનગી મને ન મળે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે આખીશને પૂછયું, “ઓ માંરા માંલિક માંરા રાજા, મેં શું કર્યું છે? હું જ્યારથી આપની પાસે આવ્યો છું, માંરામાં શું ખરાબ બાબત તમને મળી છે? રાજાના દુશ્મનોની વિરુદ્ધ મને જોડાવા દેવાને બદલે તમે મને કેમ પાછો જવા કહી રહ્યાં છો?”