1 Samuel 3:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાળ શમુએલ એલીની પાસે રહીને ઈશ્વરની સેવા કરતો હતો. તે દિવસોમાં ઈશ્વરની વાણી દુર્લભ હતી; ત્યાં વારંવાર પ્રબોધકીય સંદર્શન થતાં નહોતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બાળક શમુએલ એલીની દેખરેખ નીચે પ્રભુની સેવા કરતો હતો. એ દિવસોમાં પ્રભુના સંદેશાઓ દુર્લભ હતા, અને તેમના તરફથી સંદર્શનો ભાગ્યે જ પ્રગટ થતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બાળક શમુએલ એલીની હજૂરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. તે સમયમાં યહોવાની વાણી દુલર્ભ હતી; પ્રગટ સંદર્શન થતાં નહોતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાળક શમુએલ એલીની હજૂરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. એ દિવસો દરમ્યાન યહોવાના શબ્દો જવલ્લેજ સાંભળવા મળતા. ત્યારે બહુ ઓછા સંદર્શન દેખાતા.