1 Samuel 3:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તેને કહ્યું હતું કે જે દુષ્ટતાની તેને ખબર છે તેને લીધે હું તેના ઘરનો ન્યાય સદાને માટે કરીશ, કારણ કે તેના દીકરાઓ પોતા પર શાપ લાવ્યા અને તેણે તેઓને અટકાવ્યા નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં તેને કહ્યું છે કે તેના પુત્રો મારી વિરુદ્ધ દુષ્ટ વાતો બોલ્યા હોવાથી હું તેના કુટુંબને કાયમની શિક્ષા કરનાર છું. એલી તેમનું આ કામ જાણતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે મેં તેને કહ્યું છે કે, જે દુષ્ટતા તું જાણે છે તેને લીધે હું સદાને માટે તારા ઘરનો ન્યાય કરીશ, કેમ કે તારા દીકરાઓ પોતા પર શાપ લાવ્યા, છતાં તેં તેમને અડકાવ્યા નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે મેં તેને કહ્યું હતું કે તેના કુળને હું કાયમ માંટે સજા કરીશ. કારણ કે તેના પુત્રો માંરી નિંદા કરે છે અને એલી તે જાણતો હોવા છતાં તેણે તેઓને વાર્યા નહોતા.