1 Samuel 3:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે શમુએલે તેને સર્વ વાત કહી; તેનાથી તેણે કશું છુપાવ્યું નહિ. એલીએ કહ્યું, "તે ઈશ્વર છે. તેમની નજરમાં જે સારું લાગે તે તેઓ કરે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી શમુએલે તેને બધું કહ્યું અને કંઈ છુપાવ્યું નહિ. એલીએ કહ્યું, “આખરે તો તે પ્રભુ છે, તેમને જે સારું લાગે તે કરે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શમુએલે તે સર્વ વાત તેને કહી, ને તેનાથી કંઈ પણ છુપાવ્યું નહિ. પછી એલીએ કહ્યું, “તે યહોવા છે; તેમની દષ્ટિમાં જે સારું લાગે તે કરે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી શમુએલે એલીને કઇ જ છુપાવ્યા વગર બધું કહ્યું. એલીએ બધું સાંભળ્યું અને કહ્યું: “તે તો યહોવા છે તેને જે ઠીક લાગે તે કરે.”