1 Samuel 3:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શમુએલે એલીની પાસે દોડી જઈને કહ્યું, "હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો." એલીએ કહ્યું, "મેં તને બોલાવ્યો નથી; પાછો જઈને ઊંઘી જા." જેથી શમુએલ જઈને ઊંઘી ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હાજી” અને એલી પાસે દોડી જઈને તેણે કહ્યું, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” એલીએ કહ્યું, “મેં તને બોલાવ્યો નથી. જા, સૂઈ જા.” તેથી શમુએલ જઈને સૂઈ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે એલીની પાસે દોડી જઈને કહ્યું, “હું આ રહ્યો; કેમ કે તમે મને બોલાવ્યો.” તેણે કહ્યું, “મેં બોલાવ્યો નથી; પાછો સૂઈ જા.” એટલે તે જઈને સૂઈ ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને શમુએલ એલી પાસે દોડી ગયો અને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” એલીએ કહ્યું, “ના, મેં તને બોલાવ્યો નથી. જા પાછો સૂઈ જા.” આથી તે જઈને સૂઈ ગયો.