1 Samuel 30:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ દાઉદે તથા ચારસો માણસોએ પીછો કરવાનું ચાલુ રાખ્યું; કેમ કે બાકીના બસો માણસો એટલા કમજોર હતા કે તેઓ બસોર નાળું ઊતરી શક્યા નહિ તેથી તેઓ પાછળ રહી ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ પોતાના ચારસો માણસો સાથે આગળ વધ્યો. નાળું ઓળંગી ન શકે એટલા થાકી ગયેલા બાકીના બસો જણ પાછળ રહ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ દાઉદ તથા ચારસો માણસો લાગુ રહ્યા. કેમ કે [બાકીના] બસો માણસો એટલા બધા નિર્ગત થઈ ગયા હતા કે તેઓ બસોર નાળું ઊતરી શક્યા નહિ, તેથી તેઓ પાછળ રહી ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે 200 માંણસો એટલા થાકી ગયા હતા કે કોતરને ઓળંગી ન શકે, તેઓ ત્યાં જ રોકાઈ ગયા, પરંતુ બાકીના 400 માંણસોએ તો પીછો જારી રાખ્યો.