1 Samuel 30:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે તેને કહ્યું, "તું કોના તાબાનો છે? તું ક્યાંથી આવ્યો છે?" તેણે કહ્યું, "હું મિસરનો એક જુવાન છું, એક અમાલેકીનો ચાકર છું; મારા માલિકે મને ત્યજી દીધો છે. કેમ કે ત્રણ દિવસ અગાઉ હું બીમાર પડ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે તેને પૂછયું, “તારો માલિક કોણ છે અને તું ક્યાંથી આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “હું ઈજિપ્તી છું અને એક અમાલેકીનો ગુલામ છું. હું બીમાર પડી ગયો હોવાથી મારા માલિકે મને ત્રણ દિવસ અગાઉ પાછળ પડતો મૂક્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદે તેને પૂછ્યું, “તું કોના તાબાનો છે? અને તું ક્યાંથી આવ્યો છે?” તેણે કહ્યું, “હું મિસરનો એક જુવાન છું, ને એક અમાલેકીનો ચાકર છું. ત્રણ દિવસ અગાઉ હું માંદો પડ્યો, તેથી મારા ધણીએ મને તજી દીધો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે તેને પૂછયું, “તારો ધણી કોણ છે? અને તું કયાંથી આવે છે?” તેણે કહ્યું, “હું મિસરી જુવાન છું. એક અમાંલેકીનો ગુલામ છું. પણ હું ત્રણ દિવસ પહેલા માંદો પડયો, તેથી માંરા ધણી મને મૂકીને ચાલ્યા ગયા.