1 Samuel 30:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે મિસરી દાઉદને ત્યાં લઈ ગયો. તે લોકો મેદાનનાં સર્વ ભાગમાં પ્રસરાઈ ગયા હતા, તેઓ ખાતા, પીતા તથા મિજબાની ઉડાવતા હતા, કેમ કે તેઓએ પલિસ્તીઓના દેશમાંથી તથા યહૂદિયાના દેશમાંથી પુષ્કળ લૂંટ મેળવી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તે દાવિદને અમાલેકીઓ પાસે લઈ ગયો. પલિસ્તીયા અને યહૂદિયામાં મેળવેલી અઢળક લૂંટને કારણે તેઓ ખાતાપીતા અને મઝા માણતા તે જગ્યાએ વિખેરાયેલા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે દાઉદને ત્યાં લઈ ગયો ત્યારે, જુઓ, તે લોક આખા મેદાન પર આમતેમ પડેલા હતા, ને ખાતાપીતા તથા મિજબાની કરતા હતા, કેમ કે પલિસ્તીઓના દેશમાંથી તથા યહૂદિયાના દેશમાંથી તેઓએ પુષ્કરળ લૂટ મેળવી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે તેને ત્યાં લઈ ગયો. તેણે જોયું કે તે લોકો મેદાનમાં ચારે તરફ લાંબા થઈને પડયા હતા, તેઓ ખાઈ પીને મોજ ઉડાવતા હતા, તેઓ પલિસ્તી અને યહૂદામાંથી કબજે કરેલી પુષ્કળ લૂંટનો આનંદ માંણતા હતા.